03-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
આત્મારુપી બેટરી ૮૪ મોટરો માં જવાનાં કારણે કમજોર થઈ ગઈ છે , હવે તેને યાદ ની યાત્રા
થી ભરપૂર કરો ”
પ્રશ્ન :-
બાબા કયા
બાળકોને ખુબ-ખુબ ભાગ્યશાળી સમજે છે?
ઉત્તર :-
જેમની પાસે કોઈ ઝંઝટ નથી, જે નિર્બંધન છે, એવાં બાળકોને બાબા કહે તમે ખુબ-ખુબ
ભાગ્યશાળી છો, તમે યાદમાં રહીને પોતાની બેટરી ફુલ ચાર્જ કરી શકો છો. જો યોગ નથી
ફક્ત જ્ઞાન સંભળાવો તો તીર લાગી નહીં શકે. ભલે કોઈ કેટલાં પણ ભપકા થી પોતાનો અનુભવ
સંભળાવે પરંતુ સ્વયં માં ધારણા નથી તો દિલ ખાતું રહેશે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવે છે. રુહાની બાપનું નામ શું છે? શિવબાબા. એ છે
જ ભગવાન, બેહદ નાં બાપ. મનુષ્ય ને ક્યારેય બેહદ નાં બાપ અથવા ઈશ્વર કે ભગવાન નથી
કહેવાઈ શકાતું. નામ ભલે અનેકોનાં શિવ છે પરંતુ તે બધાં દેહધારી છે એટલે તેમને ભગવાન
નથી કહી શકાતું. આ બાપ બેસી બાળકો ને સમજાવે છે. મેં જેમનામાં પ્રવેશ કર્યો છે,
તેમનો આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. આપ બાળકો થી ઘણાં પૂછે છે - તમે આમને ભગવાન
કેમ કહો છો? બાપ પહેલાથી જ સમજાવે છે - કોઈપણ સ્થૂળ કે સૂક્ષ્મ દેહધારીને ભગવાન નથી
કહી શકાતું. સૂક્ષ્મ દેહધારી સૂક્ષ્મવતનવાસી જ થયાં. તેમને દેવતા કહેવાય છે. ઊંચે
થી ઊંચા છે જ ભગવાન, પરમપિતા. ઊંચે થી ઊંચું નામ છે, ઊંચું એમનું ગામ. બાપ બધી
આત્માઓ સહિત ત્યાં નિવાસ કરે છે. બેઠક પણ ઊંચી છે. હકીકત માં કોઈ બેસવાની જગ્યા નથી.
જેમ તારાઓ ક્યાંય બેઠાં છે શું? ઉભાં છે ને. તમે આત્માઓ પણ પોતાની તાકાત થી ત્યાં
ઉભાં છો. તાકાત એવી મળે છે જે ત્યાં જઈને ઉભાં રહે છે. બાપનું નામ જ છે
સર્વશક્તિમાન્, એમનાથી શક્તિ મળે છે. આત્મા એમને યાદ કરે છે, બેટરી ચાર્જ થઇ જાય
છે. જેમ મોટર માં બેટરી હોય છે, તેનાં જોર થી જ મોટર ચાલે છે. બેટરી માં કરંટ ભરેલો
હોય છે પછી ચાલતાં-ચાલતાં તે ખાલી થઈ જાય છે પછી બેટરીમેન પાવર થી ચાર્જ કરી મોટર
માં નાખે છે. તે હોય છે હદની વાતો. આ છે બેહદની વાત. તમારી બેટરી તો ૫ હજાર વર્ષ
ચાલે છે. ચાલતાં-ચાલતાં પછી ઢીલી થઈ જાય છે. ખબર પડે છે - એકદમ ખતમ નથી થતી, કાંઈ
ને કાંઈ રહે છે. જેમ ટોર્ચ ડીમ થઈ જાય છે ને. આત્મા તો છે જ આ શરીર ની બેટરી. આ પણ
ડલ થઈ જાય છે. બેટરી આ શરીર થી નીકળે પણ છે પછી બીજી, ત્રીજી મોટર માં જઈને પડે છે.
૮૪ મોટરો માં તેને નખાય છે તો હવે બાપ કહે છે તમે કેટલાં ડલહેડ પથ્થરબુદ્ધિ બની ગયાં
છો. હવે ફરી પોતાની બેટરી ને ભરો. સિવાય બાપની યાદ આત્મા ક્યારેય પવિત્ર થઈ નથી શકતી.
એક જ સર્વશક્તિમાન બાપ છે, જેમનાથી યોગ લગાડવાનો છે. બાપ સ્વયં પોતાનો પરિચય આપે છે
કે હું શું છું, કેવો છું. કેવી રીતે તમારી આત્મા ની બેટરી ડલ થઈ જાય છે. હવે તમને
સલાહ આપું છું મને યાદ કરો તો બેટરી સતોપ્રધાન ફર્સ્ટક્લાસ થઈ જશે. પવિત્ર બનવાથી
આત્મા ૨૪ કેરેટ બની જાય છે. હમણાં તમે મુલમ્મા નાં બની ગયાં છો. તાકાત બિલકુલ ખતમ
થઈ ગઈ છે. તે શોભા નથી રહીં. હવે બાપ આપ બાળકો ને સમજાવે છે બાળકો મુખ્ય વાત છે યોગ
માં રહેવું, પવિત્ર બનવું. નહીં તો બેટરી ભરાશે નહીં. યોગ લાગશે નહીં. ભલે કુક્કડ
જ્ઞાની તો ઘણાં છે. જ્ઞાન ભલે આપે છે પરંતુ તે અવસ્થા નથી. અહીંયા બહું ભપકા થી
અનુભવ સંભળાવે છે. અંદર ખાતું રહે છે. હું જે વર્ણન કરું છું એવી અવસ્થા તો છે નહીં.
ઘણાં પછી યોગી તૂ આત્મા બાળકો પણ છે. બાપ તો બાળકોની ખુબ મહિમા કરે છે. બાપ કહે છે
- બાળકો, તમે ખુબ-ખુબ ભાગ્યશાળી છો. તમને તો એટલી ઝંઝટ નથી. જેમને બાળકો વધારે હોય
છે તેમને બંધન પણ હોય છે. બાબા ને કેટલાં અસંખ્ય બાળકો છે. બધાની સંભાળ દેખ-રેખ કરવી
પડે છે. બાબા ને પણ યાદ કરવાનાં છે. માશૂક ની યાદ તો બિલકુલ પાક્કી હોવી જોઈએ.
ભક્તિમાર્ગ માં તો તમે બાપ ને કેટલાં યાદ કરતાં આવ્યાં છો - હેં ભગવાન, પૂજા પણ
પહેલાં-પહેલાં એમની કરો છો. પહેલાં નિરાકાર ભગવાનની જ કરે છે. એવું નથી કે તે સમયે
તમે આત્મ-અભિમાની બનો છો. આત્મ-અભિમાની પછી પૂજા થોડી કરશે.
બાપ સમજાવે છે પહેલાં-પહેલાં ભક્તિ શરું થાય છે તો પહેલાં એક બાપની પૂજા કરે છે. એક
જ શિવ ની પૂજા કરે છે. યથા રાજા-રાણી તથા પ્રજા. ઊંચે થી ઊંચા છે જ ભગવાન, એમને જ
યાદ કરવાનાં છે. બીજા જે પણ બધાં નીચે છે - બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ યાદ કરવાની
દરકાર નથી. ઊંચે થી ઊંચા બાપ ને જ યાદ કરવાનાં છે. પરંતુ ડ્રામાનો પાર્ટ એવો છે જે
તમે નીચે ઉતરવા માટે બંધાયેલા છો. બાપ સમજાવે છે તમે કેવી રીતે નીચે ઉતરો છો. દરેક
વાત આદિ થી અંત સુધી, ઉપર થી નીચે સુધી બાપ સમજાવે છે. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન
પછી સતો-રજો-તમો થાય છે. હવે તમે ફરી સતોપ્રધાન બની રહ્યાં છો, આમાં જ મહેનત છે.
પવિત્ર બનવાનું છે. પોતાને જોવાનું છે, માયા ક્યાંય દગો તો નથી દેતી? મારી ક્રિમિનલ
(અપવિત્ર) આંખ તો નથી બનતી? કોઈ પાપ નો વિચાર તો નથી આવતો? ગાયન છે પ્રજાપિતા
બ્રહ્મા તો એમની સંતાન બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બહેન-ભાઈ થયાં ને. અહીંયા નાં બ્રાહ્મણ
લોકો પણ પોતાને બ્રહ્માની સંતાન કહે છે. તમે પણ બ્રાહ્મણ ભાઈ-બહેન થયાં ને. પછી
વિકારી દૃષ્ટિ કેમ રાખો છો. બ્રાહ્મણો ને તમે સારી રીતે દૃષ્ટિ આપી શકો છો. હમણાં
આપ બાળકો જ જાણો છો બ્રહ્માની સંતાન બ્રાહ્મણ-બ્રાહ્મણી બનીને પછી દેવતા બને છે. કહે
પણ છે બાપ આવીને બ્રાહ્મણ દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. આ સમજ ની વાત છે ને.
આપણે બ્રહ્માની સંતાન ભાઈ-બહેન થઈ ગયાં તો કુદૃષ્ટિ ક્યારેય ન જવી જોઈએ. તેને
રોકવાની છે. આ પણ આપણી મીઠી બહેન છે. તે પ્રેમ રહેવો જોઈએ. જેમ લોહીનાં સંબંધ માં
પ્રેમ હોય છે તે બદલાઈ ને રુહાની બની જાય. આમાં ખુબ-ખુબ મહેનત છે. છે પણ સહજ યાદ.
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. વિકાર ની દૃષ્ટિ ન રાખી શકાય. બાબા એ
સમજાવ્યું છે - આ આંખો ખુબ દગો આપવાવાળી છે, તેને બદલવાની છે. આપણે આત્મા છીએ. હમણાં
તો આપણે શિવબાબા નાં બાળકો છીએ. દત્તક થયેલાં ભાઈ-બહેન છીએ. આપણે પોતાને બી.કે.
કહીએ છીએ. ચલન માં ફરક તો રહે છે ને. ટીચર્સ નું કામ છે ક્લાસ માં સૌથી પૂછવાનું -
તમે સમજો છો અમારી ભાઈ-બહેન ની દૃષ્ટિ રહે છે કે કંઈક ચંચળતા ચાલે છે? સાચાં બાપની
સામે સાચું ન બતાવ્યું, જુઠ્ઠું બોલ્યાં તો ખુબ દંડ પડી જશે. કોર્ટ માં કસમ ઉઠાવે
છે ને. સાચ્ચા ઈશ્વર બાપ ની આગળ સાચું કહેશું. સાચાં બાપ નાં બાળકો પણ સાચાં હશે.
બાપ સત્ય છે ને. એ સત્ય જ બતાવે છે. બાકી બધાં છે ગપોડા. શ્રી-શ્રી ૧૦૮ પોતાને કહે
છે, હકીકત માં આ તો માળા છે ને, જે સિમરે છે. આ પણ જાણતા નથી કે અમે કેમ સિમરણ કરીએ
છીએ. બૌદ્ધિયો ની પણ માળા, ક્રિશ્ચિયન ની પણ માળા હોય છે. દરેક પોતાનાં ઢંગ થી માળા
ફેરવે છે. આપ બાળકોને હવે જ્ઞાન મળેલું છે. બોલો, ૧૦૮ ની જે માળા છે તેમાં ઉપર માં
ફૂલ તો છે નિરાકાર. એમને જ બધાં યાદ કરે છે. એમની યાદ થી જ આપણે સ્વર્ગ ની પટરાણી
અર્થાત્ મહારાણી બનીએ છીએ. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું છે - આ છે
સૂર્યવંશી મખમલ ની પટરાણી બનવું પછી ખાદી ની થઈ જાય છે. તો આવાં-આવાં પોઇન્ટ (વાતો)
બુદ્ધિમાં રાખી પછી સમજાવવું જોઈએ. પછી તમારું નામ ખુબ પ્રખ્યાત થઈ જશે. વાત કરવામાં
સિહણ બનો. તમે શિવ શક્તિ સેના છો ને. અનેક પ્રકારની સેનાઓ છે ને. ત્યાં પણ તમે જઈને
જુઓ, શું શીખવાડે છે. લાખો મનુષ્ય જાય છે. બાબા એ સમજાવ્યું છે - ક્રિમિનલ આંખો ખુબ
દગો દેવા વાળી છે. પોતાની અવસ્થા નું વર્ણન કરવું જોઈએ. અનુભવ સંભળાવવો જોઈએ - અમે
ઘરમાં કેવી રીતે રહીએ છીએ? અવસ્થા પર શું અસર પડે છે? ડાયરી રાખો-કેટલો સમય આ અવસ્થા
માં રહું છું? બાપ સમજાવે છે રુસ્તમ થી માયા પણ રુસ્તમ થઈ ને લડે છે. યુદ્ધ નું
મેદાન છે ને. માયા ખુબ બળવાન છે. માયા અર્થાત્ ૫ વિકાર. ધન ને સંપત્તિ કહેવાય છે,
જેમની પાસે વધારે સંપત્તિ હોય છે, અજામિલ પણ વધારે તે બને છે.
બાપ કહે છે - પહેલાં-પહેલાં તમે વેશ્યાઓ ને તો બચાવો. તો તે પછી પોતાનું એસોસિએશન (સંગઠન)
બનાવશે. આપણે તો બાપથી વારસો લેવાનો છે. બાપ કહે છે હું તમને શિવાલય નાં માલિક
બનાવવાં આવ્યો છું. આ અંતિમ જન્મ છે. વેશ્યાઓને સમજાવવું જોઈએ - તમારાં નામ નાં
કારણે ભારતની આટલી આબરુ (ઈજ્જત) ગઈ છે. હવે બાપ આવ્યાં છે શિવાલયમાં લઈ જવાં. અમે
શ્રીમત પર આવ્યાં છીએ તમારી પાસે. હવે તમે વિશ્વનાં માલિક બની જાઓ. ભારતનું નામ
પ્રસિદ્ધ કરો, અમારી માફક. અમે પણ બાપ ને યાદ કરવાથી પવિત્ર બની રહ્યાં છીએ. તમે પણ
આ એક જન્મ છી-છી કામ છોડી દો. રહેમ તો કરવાનો છે ને. પછી તમારું નામ પ્રખ્યાત ખુબ
થઈ જશે. કહેશે આમનામાં તો એટલી તાકાત છે જે આવો ખરાબ ધંધો, આનાથી છોડાવી દીધો. બધાનું
એસોસિએશન છે. તમે તમારું એસોસિએશન બનાવી સરકાર થી જે મદદ ઈચ્છો, લઈ શકો છો. તો હવે
આવાં છી-છી જેમણે ભારતનું નામ બદનામ કર્યુ છે, તેમની સેવા કરો. તમારી પણ એકતા ખુબ
પાક્કી જોઈએ. જે ૧૦-૧૨ પરસ્પર માં મળી ને જઈ સમજાવે. માતાઓ પણ સારી હોય. કોઈ નવાં
યુગલ હોય, કહે અમે પવિત્ર રહીએ છીએ. પવિત્ર રહેવાથી જ વિશ્વનાં માલિક બનીએ છીએ. તો
કેમ નહીં પવિત્ર બનશે. આખું ઝુંડ નું ઝુંડ જાય. ખુબ નમ્રતા થી જઈને કહેવાનું છે, અમે
તમને પરમપિતા પરમાત્મા નો સંદેશ આપવા આવ્યાં છીએ. હવે વિનાશ સામે ઉભો છે. બાપ કહે
છે હું બધાનો ઉદ્ધાર કરવા આવ્યો છું. તમે પણ આ એક જન્મ વિકાર માં નહીં જાઓ. તમે
સમજાવી શકો છો અમે બ્રહ્માકુમાર-કુમારીઓ પોતાનાં જ તન-મન-ધન થી સર્વિસ (સેવા) કરીએ
છીએ. અમે ભીખ તો માંગતા નથી. ઈશ્વર નાં બાળકો છીએ. એવાં-એવાં પ્લાન (યોજના) બનાવો.
એવું નહીં કે તમે મદદ નથી કરી શકતાં. એવું કામ કરો જેનાથી વાહ-વાહ થાય. હજારો મદદ
આપવા વાળા નીકળી આવશે. આ પોતાનું સંગઠન બનાવો. મુખ્ય-મુખ્ય ને શોધો, સેમિનાર (વિચાર-વિમર્શ)
કરો. બાળકોને સંભાળવા વાળા તો ખુબ નીકળી શકે છે. તમે ઈશ્વરીય સર્વિસ માં લાગી જાઓ.
એવું ફ્રાખદિલ હોવું જોઈએ જે ઝટ સર્વિસ પર નીકળી પડે. એક તરફ આ સર્વિસ અને બીજી વાત
ગીતા ની, આ વાતોને મળીને ઉઠાવો. તમે ભણો છો જ આ લક્ષ્મી-નારાયણ બનવાં માટે. તો
અહીંયા આપ બાળકોનો પરસ્પર માં મતભેદ ન રહેવો જોઈએ. જો કોઈ વાત બાપ થી છુપાવો છો,
સાચું નથી બતાવતાં તો પણ પોતાનું જ નુકસાન કરો છો વધારે જ સોગુણા પાપ ચઢી જાય છે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે મીઠા
બાપ નાં બાળકો છીએ, પરસ્પર મીઠા બહેન-ભાઈ થઇ ને રહેવાનું છે. ક્યારેય પણ વિકારની
દૃષ્ટિ નથી રાખવાની. દૃષ્ટિ માં કોઇ પણ ચંચળતા હોય તો રુહાની સર્જન ને સાચું
બતાવવાનું છે.
2. ક્યારેય પણ પરસ્પર મતભેદ માં નથી આવવાનું. ફ્રાખદિલ બની સર્વિસ (સેવા) કરવાની
છે. પોતાનાં તન-મન-ધન થી, ખુબ-ખુબ નમ્રતા થી સેવા કરી બધાને બાપ નો પરિચય (સંદેશ)
આપવાનો છે.
વરદાન :-
પોતાનાં
શ્રેષ્ઠ જીવન દ્વારા પરમાત્મા જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રૂફ ( પ્રમાણ ) આપવા વાળા માયા
પ્રૂફ ભવ
સ્વયં ને પરમાત્મા
જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રમાણ કે પ્રૂફ સમજવાથી માયા પ્રૂફ બની જશો. પ્રત્યક્ષ પ્રૂફ
છે - તમારું શ્રેષ્ઠ પવિત્ર જીવન. સૌથી મોટી અસંભવ થી સંભવ થવાવાળી વાત પ્રવૃત્તિ
માં રહેતા પર-વૃત્તિ માં રહેવું. દેહ અને દેહની દુનિયાનાં સંબંધો થી પર (ન્યારાં)
રહેવું. જૂનાં શરીરની આંખો થી જૂની દુનિયાની વસ્તુઓ ને જોવાં છતાં ન જોવી અર્થાત્
સંપૂર્ણ પવિત્ર જીવન માં ચાલવું - આ જ પરમાત્મા ને પ્રત્યક્ષ કરવાનું કે માયા પ્રૂફ
બનવાનું સહજ સાધન છે.
સ્લોગન :-
એટેન્શન રુપી
પહેરેદાર ઠીક છે તો અતીન્દ્રિય સુખનો ખજાનો ખોવાઈ નથી શકતો.